મોખરાના ક્રમની બેંગલોરની ટીમ કોલકાતા સામે બેટિંગ મજબૂત કરવા રમશે


આઇપીએલમાં આજે કોલકાતા હારશે તો આઉટ, બેંગલોર ફેવરિટ, સાંજે 7.30થી પ્રારંભ

May 13, 2026 08:09 AM | UPDATED: May 13, 2026 08:12 AM | 4 min read

એજન્સી,  રાયપુર

ઇન્ડિયન  પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 11 મેચ રમી છે પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે તે સિઝનમાં પહેલી વાર રમી રહી છે અને હાલમાં પોઇટ ટેબલમાં મોખરાનો ક્રમ ધરાવતી હોવા છતાં તેની બેટિંગ થોડી નબળી રહી છે. આ સંજોગોમાં બુધવારે કોલકાતા સામે તે પોતાની બેટિંગમાં સુધારો કરવા માટે રમશે. બીજી તરફ નાઇટ રાઇડર્સને હવે પ્લે ઓફમાં પ્રવેશની કોઈ શક્યતા નથી ત્યારે આ મેચનો પરાજય તેને આ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની બહાર કરી શકે છે. બુધવારે સાંજે 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.

આમ તો રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેના વર્તમાન ફોર્મના આધારે ફેવરિટ છે પરંતુ તેની કંગાળ બેટિંગને આ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની મજબૂત બોલિંગનો સામનો કરવાનો રહેશે. ખાસ કરીને બેંગલોરને તેના સુપર સ્ટાર બેટર વિરાટ કોહલી પાસેથી આ મેચમાં મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે કેમ કે છેલ્લી બે મેચમાં કોહલી લખનૌ અને મુંબઈ સામે ખાતું પણ ખોલાવી શક્યો નથી. લખનૌ સામે તે બીજા બોલે અને મુંબઈ ઇન્ડિયન્સ સામે અહીં રાયપુર ખાતે જ તે પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલી એ પ્રકારનો બેટર છે જે લાંબા સમય સુધી શાંત રહી શકે તેમ નથી.



Source link

Scroll to Top