IPL 2030 સુધીમાં આ ખેલાડી પર ₹150 કરોડની બોલી લાગી શકે છે! લલિત મોદીની મોટી ભવિષ્યવાણી


લંડન: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) દુનિયાની સાથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે, વેલ્યુની દ્રષ્ટીએ IPL દુનિયાની બીજા ક્રમની સ્પોર્ટ લીગ છે. IPL ઓક્શનમાં ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થતો હોય છે, એવામાં IPLના ભૂતપૂર્વ ચેરપર્સન લલિત મોદીએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં IPLની એક સીઝન માટે ખેલાડીઓ ₹150 કરોડ સુધીની બોલી લાગી શકે છે.

નોંધનીય છે કે હાલમાં IPLનો સૌથી મોંઘો ખેલાડી ઋષભ પંત છે, વર્ષ 2025ના ઓક્શનમાં તેના પર ₹27 કરોડની બોલી લાગી હતી, જયારે શ્રેયસ ઐયર પર ₹26.75 કરોડની બોલી લાગી હતી. સૌથી મોંઘો વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીન છે, તેના પર ₹25.20 કરોડની બોલી લાગી હતી. લલિત મોદીના માટે ભવિષ્યમાં આ કિંમત ખુબજ વધી શકે છે.

લલિત મોદીએ જણાવ્યું કે IPLની 2030 સુધીની સિઝનમાં ટોચના ખેલાડીઓને એક સીઝન માટે 150 કરોડ રૂપિયા આપવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડની ટીમના પૂર્વ કેપ્ટન માઈકલ વોન સાથેના પોડકાસ્ટ દરમિયાન લલિત મોદીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં, ફ્રેન્ચાઇઝના પર્સ $100 મિલિયન (આશરે ₹929 કરોડ) સુધી પહોંચી શકે છે. 

આ ખેલાડી ભવિષ્યનો સ્ટાર:

લલિત મોદીએ ઇંગ્લેન્ડના યુવા સ્ટાર ઓલરાઉન્ડર જેકબ બેથેલનું ઉદાહરણ આપ્યું. લલિત મોદીએ કહ્યું કે, “જેકબ બેથેલ  IPL 2030માં પ્રતિ સિઝન $16 મિલિયન (₹150 કરોડ) કમાઈ શકે છે.” 

માઈકલ વોને કહ્યું કે બેથેલ ભવિષ્યનો સ્ટાર ખેલાડી છે, લલિત મોદીએ પણ આ વાત પર સંપૂર્ણપણે સહમતી દર્શાવી. 

IPLમાં બેથેલનું પ્રદર્શન;

જેકબ બેથેલ ઇંગ્લેન્ડનો 21 વર્ષનો વિસ્ફોટક ખેલાડી છે, તેણે 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી IPL માં માત્ર બે મેચ રમી છે, જેમાં 171.79 ના સ્ટ્રાઇક રેટથી 67 રન બનાવ્યા છે.





Source link

Scroll to Top